હેડલાઈન :
- વક્ફ સુધારા બિલ અંગે હવે કાયદીકીય લડાઈના મંડાણ
- વક્ફ સુધારા બિલનો મામલે હવે સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો
- બિહારના કિશનગંજના કોંગ્રેસ સાંસદ મોહમ્મદ જાવેદની કોર્ટમાં રિટ
- વક્ફ સુધારા બિલન માસે સુપ્રીમ કોર્ટમાં પહેલી અરજી દાખલ
- વકફ સુધારા બિલના વિરોધમાં મુસ્લિમ સમુદાય રસ્તા પર ઉતર્યો
- અમદાવાદ,કોલકાતા,હૈદરાબાદ,મુંબઈમાં વકફ બિલનો વિરોધ
- અમદાવાદમાં બિલ સામે વિરોધ પ્રદર્શન કરનાની કરાઈ અટકાયત
લોકસભા અને રાજ્યસભામાં વકફ સુધારા બિલ પસાર થયા બાદ મુસ્લિમ સમુદાયના લોકોએ રસ્તાઓ પર ઉતરીને દેશના ઘણા ભાગોમાં વિરોધ પ્રદર્શન કર્યુ.જેમાં અમદાવાદ,કોલકાતા,હૈદરાબાદ,મુંબઈ સહિત દેશના વિવિધ સ્થળોએ મુસ્લિમ સંગઠનો વકફ બિલનો વિરોધ કરવામાં આવ્યો દરમિયાન વકફ કાયદામાં થયેલા ફેરફારો સામે શુક્રવારે 4 એપ્રિલ, 2025ના રોજ સુપ્રીમ કોર્ટમાં પહેલી અરજી દાખલ કરવામાં આવી હતી.કોંગ્રેસના સાંસદ મોહમ્મદ જાવેદે વકફ સુધારા બિલ 2025ને પડકાર્યો છે.
– કોલકાતામાં લઘુમતી સમુદાયો રસ્તા પર ઉતર્યા
કોલકાતાના પાર્ક સર્કસ ક્રોસિંગ ખાતે લઘુમતી સમુદાયના સભ્યોએ વિરોધ પ્રદર્શન કર્યું અને વક્ફ (સુધારા) બિલ,2025 તાત્કાલિક પાછું ખેંચવાની માંગ કરી. વિરોધ પ્રદર્શનોને કારણે,વિસ્તારમાં ટ્રાફિક ખોરવાઈ ગયો હતો અને મોટી સંખ્યામાં લોકો રસ્તાઓ પર એકઠા થઈ ગયા હતા.પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ પણ વક્ફ બિલ રજૂ કરવા બદલ ભાજપની ટીકા કરી હતી અને તેના પર દેશના ભાગલા પાડવાનો પ્રયાસ કરવાનો આરોપ લગાવ્યો હતો.
સંસદમાં બિલ પર ચર્ચા દરમિયાન, વિપક્ષી પક્ષોએ સખત વાંધો ઉઠાવ્યો અને તેને મુસ્લિમ વિરોધી અને ગેરબંધારણીય ગણાવ્યો જ્યારે સરકારે જવાબ આપ્યો કે આ ઐતિહાસિક સુધારાથી લઘુમતી સમુદાયને ફાયદો થશે.આ બિલ વિરુદ્ધ કર્ણાટક,અમદાવાદ અને હૈદરાબાદમાં પણ વિરોધ પ્રદર્શનો થઈ રહ્યા છે. દરમિયાન પોલીસે આજે દિલ્હીના જામિયા વિસ્તારમાં ફ્લેગ માર્ચ કાઢી હતી. તો અમદાવાદમાં વિરોધ કરનાર પ્રદર્શનકારીઓની પોલીસે અટકાયત કરી હતી.
ઓલ સંસદનું કામ કાયદા બનાવવાનું છે અને લોકસભા અને રાજ્યસભાએ તેમનું કામ કર્યું છે.હવે સુપ્રીમ કોર્ટને આ બિલ બંધારણ મુજબ છે કે નહીં તે નક્કી કરવાનો અધિકાર છે.ઘણા લોકો આ બિલને પડકારી રહ્યા છે અને તેનો વિરોધ કરી રહ્યા છે પરંતુ સુપ્રીમ કોર્ટ આ બિલને બંધારણના માપદંડ પર તોલશે અને પછી નક્કી કરશે કે આ બિલ બંધારણીય છે કે નહીં.
વકફ સુધારા બિલનો કાયદો બનવાનો માર્ગ હવે સાફ થઈ ગયો છે.લોકસભા અને પછી રાજ્યસભામાંથી મંજૂરી મળ્યા પછી આ બિલ ફક્ત રાષ્ટ્રપતિની મંજૂરીની રાહ જોઈ રહ્યું છે.સંસદમાં અને રસ્તાઓ પર પક્ષોના વિરોધ છતાં સરકાર આ બિલને બંને ગૃહોમાં પસાર કરાવવામાં સફળ રહી છે.હવે મુસ્લિમ સંગઠનોથી લઈને મુખ્ય વિપક્ષી પાર્ટી કોંગ્રેસ સુધી દરેક વ્યક્તિ આ બિલને સુપ્રીમ કોર્ટમાં પડકારવાની તૈયારી કરી રહ્યા છે.આ કેસમાં પહેલી રિટ અરજી સુપ્રીમ કોર્ટમાં દાખલ કરવામાં આવી છે.બિહારના કિશનગંજના કોંગ્રેસ સાંસદ મોહમ્મદ જાવેદે કોર્ટમાં રિટ અરજી દાખલ કરી છે.
– વકફ બિલ પર કાયદાકીય લડાઈ
કોંગ્રેસના મહાસચિવ જયરામ રમેશે શુક્રવારે જણાવ્યું હતું કે કોંગ્રેસ પાર્ટી ટૂંક સમયમાં આ બિલની બંધારણીયતાને સુપ્રીમ કોર્ટમાં પડકારશે.તેમણે કહ્યું કે પાર્ટીએ નાગરિકતા કાયદો,CAA,RTI કાયદો, ચૂંટણી નિયમો સંબંધિત કાયદાઓને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યા છે અને આ બધા કેસ કોર્ટમાં ચાલી રહ્યા છે.આ ઉપરાંત કોંગ્રેસ દ્વારા પૂજા સ્થળોના કાયદાને પણ સુપ્રીમ કોર્ટમાં પડકારવામાં આવ્યો છે. આ શ્રેણીમાં આગળનું નામ વકફ સુધારા બિલનું ઉમેરાશે.
કોંગ્રેસ પાર્ટી ઉપરાંત, ઓલ ઈન્ડિયા મુસ્લિમ પર્સનલ લો બોર્ડે પહેલાથી જ વક્ફ સુધારા બિલને સુપ્રીમ કોર્ટમાં પડકારવાની જાહેરાત કરી ચૂક્યું છે.બોર્ડના સભ્ય મોહમ્મદ અદીબે બુધવારે કહ્યું કે જ્યાં સુધી આ કાયદો પાછો ખેંચવામાં નહીં આવે ત્યાં સુધી અમે શાંતિથી બેસીશું નહીં. સરકાર પર મુસ્લિમોની મિલકતો જપ્ત કરવાનો આરોપ લગાવતા તેમણે કહ્યું કે ખેડૂતોના આંદોલનની જેમ આ કાયદા સામે પણ દેશવ્યાપી વિરોધ પ્રદર્શન થશે.
બોલ
– સુપ્રીમ કોર્ટમાં મામલો
સંસદનું કામ કાયદા બનાવવાનું છે અને લોકસભા અને રાજ્યસભાએ તેમનું કામ કર્યું છે.હવે સુપ્રીમ કોર્ટને આ બિલ બંધારણ મુજબ છે કે નહીં તે નક્કી કરવાનો અધિકાર છે.ઘણા લોકો આ બિલને પડકારી રહ્યા છે અને તેનો વિરોધ કરી રહ્યા છે પરંતુ સુપ્રીમ કોર્ટ આ બિલને બંધારણના માપદંડ પર તોલશે અને પછી નક્કી કરશે કે આ બિલ બંધારણીય છે કે નહીં. જે લોકો આ બિલનો વિરોધ કરે છે તેઓ બંધારણીય ધોરણે તેને કોર્ટમાં પડકારવાના પણ છે.